top of page

ધ્રાંગધ્રા તથા થાનગઢ તાલુકાનાં સમગ્ર શહેરી વિસ્તારોમાં વિકાસયાત્રા રથોની મુલાકાત

Surendranagar News: ધ્રાંગધ્રા તથા થાનગઢ તાલુકાનાં સમગ્ર શહેરી વિસ્તારોમાં વિકાસયાત્રા રથોની મુલાકાત

  • 20 વર્ષના સરકારશ્રીના વિકાસલક્ષી કાર્યોની ઝાંખી કરાવતા વંદે ગુજરાત વિકાસયાત્રા કાર્યક્રમ

  • કે.એમ. હાઇસ્કુલ ખાતે વંદે ગુજરાત વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો હતો.

છેલ્લા 20 વર્ષના સરકારશ્રીના વિકાસલક્ષી કાર્યોની ઝાંખી કરાવતા વંદે ગુજરાત વિકાસયાત્રા કાર્યક્રમ અંતર્ગત વિકાસ રથો સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં ભ્રમણ કરી રહ્યા છે.


ધ્રાંગધ્રા તાલુકામાં રથ નંબર-1 સવારે તથા બપોરે ધ્રાંગધ્રા નગરપાલિકા જિલ્લા પંચાયત બેઠકનાં સમગ્ર શહેરી વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ નિમિતે ધારાસભ્યશ્રી પરસોતમભાઈ સાબરીયાના અધ્યક્ષ સ્થાને સવારે 9:30 કલાકે કે.એમ. હાઇસ્કુલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો.


થાનગઢ તાલુકામાં વિકાસયાત્રા રથ નંબર-3 સવારે તથા બપોરે થાનગઢ નગરપાલિકા જિલ્લા પંચાયત બેઠકનાં સમગ્ર શહેરી વિસ્તારોમાં ભ્રમણ કર્યું હતું. આ નિમિત્તે સવારે 9:30 કલાકે ચંદ્રશેખર આઝાદ ચોક ખાતે તથા બપોરે 4:30 કલાકે રામદેવપીર મંદિર, ભોયરેશ્વર વિસ્તારમાં કાર્યક્રમો યોજાયા હતા.ધ્રાંગધ્રા તથા થાનગઢ તાલુકાઓનાં કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ ઉદબોધનમાં લોકોને સરકારી યોજનાનાં વધુમાં વધુ લાભો લેવા, કુપોષણ મુક્ત ભારત સંદર્ભે આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણયુક્ત કિટોનું વિતરણ થાય છે તેનો લાભ ધાત્રી માતાઓએ લેવો જોઈએ તેમજ ગામ અને શહેરના વિકાસ માટે બધાએ સહિયારા પ્રયત્નો કરવા અંગે જણાવ્યું હતું.


મહાનુભાવોના વરદહસ્તે આવાસ યોજના, વ્હાલી દીકરી યોજના, ઉજ્જવલા યોજના વગેરે યોજનાના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ તેમજ ચિત્રસ્પર્ધા, નિબંધ સ્પર્ધાના વિજેતાઓને ઈનામ આપવામાં આવ્યા હતા.


કાર્યક્રમ દરમિયાન સરકારશ્રીની 20 વર્ષની યશગાથા દર્શાવતી ટૂંકી ફિલ્મ રથના માધ્યમથી રજૂ કરવામાં આવી હતી. વિકાસ રથનું લોકો દ્વારા હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્વે પ્રભાતફેરી, યોગ નિદર્શન, વૃક્ષારોપણ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્યશ્રી, તાલુકા પંચાયત સભ્યશ્રી સહિતના પદાધિકારી-અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર:


અરૂણા ડાવરા


Comments


bottom of page