top of page

આંદોલનની ચીમકી: જીલ્લામાં માલધારી સમાજ દૂધ નહીં ભરે: ચાની કીટલી-હોટેલો પણ બંધ રહેશે

Surendranagar News : આંદોલનની ચીમકી: જીલ્લામાં માલધારી સમાજ દૂધ નહીં ભરે: ચાની કીટલી-હોટેલો પણ બંધ રહેશે

  • ઢોર નિયંત્રણના કાયદાને લઈને માલધારી સમાજમાં રોષ

  • સરકાર દ્વારા ઢોર નિયંત્રણનો કાયદો પરત નહીં કરે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.

રાજ્ય સરકારના ઢોર નિયંત્રણના કાયદાને લઈને રાજ્યના માલધારી સમાજમાં રોષ ફેલાયો છે. આ કાયદાને કાળો કાયદો ગણાવીને સમગ્ર ગુજરાતભરમાં એક દિવસ 21 સપ્ટેમ્બર બુધવારે માલધારી સમાજે ડેરીમાં તેમજ ઘરે ઘરે ન વેચવું કે આપવું સહિતના નિર્ણયો લેવાતા તેના પડઘા સુરેન્દ્રનગર જિલ્લામાં પડયા છે.


ત્યારે આજે દૂઘ ડેરી કે અન્ય દૂધ એજન્સી અને વારામાં પણ દૂધ નહીં ભરવાનો નિર્ણય કરાયો હતો. ઢોર નિયંત્રણના કાયદાને લઈને માલધારી સમાજમાં રોષ ફેલાયો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 21 સપ્ટેમ્બરને બુધવારે માલધારી સમાજની ચાની કીટલી, ચાની હોટલો પણ બંધનું એલાન કરવામાં આવ્યું હતું.


પશુ નિયંત્રણ કાળો કાયદો જો આવનારી વિધાનસભા સત્રમાં રદ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી. મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં અંદાજે 60 હજાર જેટલું દૂધનો કારોબાર બંધ રહેશે.


આ અંગે હળવદ માલધારી મહાપંચાયત કન્વિનર ગોપાલભાઈ ભરવાડે જણાવ્યુ હતું કે સરકાર દ્વારા ઢોર નિયંત્રણના કાયદાના વિરોધમાં ગુજરાતભરના માલધારી સમાજ દ્વારા એક દિવસ તા. 21ના રોજ દૂધ નહીં વેચવાનો અને દૂધના ડિલરોને દૂધ નહીં વેચવાનો હળવદ તાલુકાના ભરવાડ-રબારી સમાજ દ્વારા સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. સરકાર દ્વારા ઢોર નિયંત્રણનો કાયદો પરત નહીં કરે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.


ધ્રાંગધ્રાના મચ્છુમાના મંદિરે સમસ્ત માલધારી સમાજની મિટિંગ યોજાતા આજે ગુજરાત માલધારી સમાજ દ્વારા એક દિવસીય દૂધ બંધના એલાનને ધ્રાંગધ્રા સમસ્ત માલધારી સમાજ દ્વારા સમર્થન આપવા આવ્યું હતું. આ સાથે સમસ્ત માલધારી સમાજ દ્વારા તમામ દૂધ ગરીબો અને હોસ્પિટલમાં વિનામૂલ્યે આપવાનું જણાવ્યું હતું.

કાયમી કર્મીઓને મળતા લાભો અપાવો, આઉટ સોર્સિંગના કર્મીઓની કલેકટર કચેરીમાં લેખિત રજૂઆત


જિલ્લાના આઉટ સોર્સિંગ કર્મચારીઓએ કલેકટર કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી. જેમાં કરાર આધારિત કર્મચારીઓનું ઓછા પગારમાં શોષણ થતું હોવાની રજૂઆત કરી હતી. જયારે સમાનકામ સમાન વેતન, રાજા, પીએફ, લધુતમ વેતન સહિત પ્રશ્ન હલ કરવા માંગ કરી હતી. સુરેન્દ્રનગર કલેકટર કચેરીમાં મંગળવારે જિલ્લાના આઉટ સોર્સિંગ કર્મચારીઓએ આવેદન પાઠવ્યું હતું.


જેમાં જણાવ્યા મુજબ રાજ્યમાં આઉટ સોર્સિંગથી કામે રખાયેલા કરાર આધારિત રોજમદારોને ઓછા પગાર અને શોષણ અંદર કામગીરી કરવી પડી રહી છે. સરકારી કચેરીઓમાં આઉટ સોર્સિંગ કર્મચારીઓને જિલ્લા અને તાલુકા વાઇઝ પગાર ધોરણ અલગ અલગ છે. સરકારની સેવામાં એકસરખું યોગદાન પણ વેતન ઓછું કેમ ચાલે આથી સમાન વેતન અપાવવા માંગ કરી હતી.



Comments


bottom of page