top of page

વઢવાણ ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વસ્તડીમાં ગુંદીયાળા હાઇસ્કૂલ ખાતે યોજાયો વંદે ગુજરાત

સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના ગ્રામજનોને યોજનાકીય લાભોનું વિતરણ કરાયું


  • વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત

  • સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ

  • વઢવાણ તાલુકાના વસ્તડી ખાતે ગુંદીયાળા હાઇસ્કૂલમાં કાર્યક્રમ યોજાયો હતો.

વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વઢવાણ તાલુકાના વસ્તડી ખાતે ગુંદીયાળા હાઇસ્કૂલમાં કાર્યક્રમ યોજાયો હતો. વિકાસ રઠે ગુંદીયાળા, ફૂલગામ, ખોલડીયાદ, માળોદ, રામપરા, ટુવા, મુંજપર( પરમાર) વગેરે ગામોએ ભ્રમણ કર્યું હતું. સ્વાગત ગીત અને પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. ત્યારબાદ છેલ્લા ૨૦ વર્ષની ગુજરાત સરકારની વિકાસગાથા અંગેની ટૂંકી ફિલ્મ રથના માધ્યમથી કાર્યક્રમમાં રજૂ કરવામાં આવી હતી. આ યાત્રામાં પી.એમ.જે.એ.વાય- મા યોજના તેમજ અન્ય યોજનાઓનાં લાભાર્થીઓની નોંધણી, વ્હાલી દીકરી યોજના , ઉજ્જવલા યોજના, વિધવા સહાય, ખેડૂતોને ખેત વીજ કનેકશનના મંજૂરી પત્રો, મંજૂરી હુકમો વગેરે યોજનાકીય લાભોનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યકમ પૂર્વે શાળાના બાળકો દ્વારા યોગા નિદર્શન, પ્રભાત ફેરી, આંગણવાડીના બહેનો દ્વારા વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રાયમલભાઇ ચાવડા, જિલ્લા પંચાયતના સદસ્યશ્રી જયેશભાઇ ચાવડા, તાલુકા પંચાયતના સદસ્યશ્રી ભૂપતસિંહ ગોહીલ, સરપંચશ્રી, મુકેશભાઇ પટેલ, રામજીભાઇ ગોહીલ સહિત પદાધિકારીઓ-અધિકારીઓ, લાભાર્થીઓ મળીને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. અરૂણા ડાવરા માહિતી બ્યુરો, સુરેન્દ્રનગરઃ

Comments


bottom of page