top of page

લીંબડી ખાતે સિનિયર સિટીઝન મહિલાઓ માટે એથ્લેટિક્સ, ચેસ, યોગાસન, રસ્સાખેંચ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

Updated: Mar 20, 2023

લીંબડી ખાતે સિનિયર સિટીઝન મહિલાઓ માટે એથ્લેટિક્સ, ચેસ, યોગાસન, રસ્સાખેંચ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

આજરોજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, લીંબડી દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ, જી-20 અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ લિંબડી ખાતે સિનિયર સિટીઝન મહિલાઓ (60 વર્ષથી ઉપરની) માટે એથ્લેટિક્સ, ચેસ, યોગાસન, રસ્સાખેંચ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 100થી વધુ બહેનોએ ઉત્સાહપુર્વક ભાગ લઈ બાળપણ યાદ કર્યું હતું. જિલ્લા રમત વિકાસ અધિકારીનીશ્રી કચેરી દ્વારા ભાગ લીધેલ તમામ ખેલાડીઓને પ્રમાણપત્ર અને મોમેન્ટો આપવામાં આવ્યા હતાં.


આ કાર્યક્રમમાં લીંબડી નગરપાલિકા પ્રમુખસુશ્રી બેલાબેન વ્યાસ, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી પાર્થ ચૌહાણ, ખો-ખો હેડ કોચશ્રી મુકેશભાઇ છત્રોલા સહિત મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Yorumlar


bottom of page