top of page

ચોટીલા તાલુકાના ભેટસુડા ગામે વંદે ગુજરાત વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો

Surendranagar News: ચોટીલા તાલુકાના ભેટસુડા ગામે વંદે ગુજરાત વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો


કાર્યક્રમ દરમિયાન રૂ. ૪ લાખનાં ખર્ચે સી.સી.રોડના કામ બાબતે જાહેરાત કરાઈ


  • ચોટીલા નાયબ કલેકટરશ્રી પી.એચ ગલચરના અધ્યક્ષસ્થાને વંદે ગુજરાત વિકાસયાત્રા કાર્યક્રમ

  • સી.સી રોડનું નિર્માણ કરવા અંગે જાહેરાત

આજે ચોટીલા તાલુકાનાં ભેટસુડા ગામે ચોટીલા નાયબ કલેકટરશ્રી પી.એચ ગલચરના અધ્યક્ષસ્થાને વંદે ગુજરાત વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન આયુષ્માન ભારત કાર્ડના ૦૫ લાભાર્થીઓ, વ્હાલી દિકરી યોજનાના અંતર્ગત ૦૨ લાભાર્થીઓ, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના હેઠળ ૦૧ લાભાર્થી, ગંગા સ્વરૂપ વિધવાસહાય યોજનાના ૦૧ સહીતનાં લાભાર્થીશ્રીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કાર્યક્રમમાં ૪ લાખ જેટલા ખર્ચે ભેટસુડા ગામે સાર્વજનીક સ્મશાનથી ગામ તરફ જવાના રસ્તા પરના સી.સી રોડનું નિર્માણ કરવા અંગે જાહેરાત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન આંગણવાડીના બહેનો દ્વારા વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ વાનગીઓનું નિરીક્ષણ કર્યું હતું. બાળાઓ દ્વારા કુમકુમ તિલકથી રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્યશ્રી, તાલુકા પંચાયતના સદસ્યશ્રી,સરપંચશ્રી સહિતના પદાધિકારી- અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર:


અરૂણા ડાવરા

Comments


bottom of page