top of page

એકસામટી સ્ટેમ્પ ડ્યુટી ભરવાની અરજી ઓનલાઈન કરવાની રહેશે

કોન્સોલેટેડ સ્ટેમ્પ ડ્યુટી ભરવા ગાંધીનગર જવાની જરૂર નહીં રહે


જાહેર જનતાને વધુમાં વધુ સેવાઓ ઓનલાઈન મળી રહે અને વિવિધ કચેરીઓની રૂબરૂ મુલાકાત લેવાની જરૂર ન રહે તે માટે સરકાર દ્વારા વધુને વધુ સેવાઓ ઓનલાઈન માધ્યમથી પણ આપવામાં આવી રહી છે, જે અંતર્ગત કોન્સોલેટેડ સ્ટેમ્પ ડ્યુટી ઓનલાઈન ભરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.


  • કોન્સોલેટેડ સ્ટેમ્પ ડ્યુટી ભરવા ગાંધીનગર જવાની જરૂર નહીં રહે

  • તા. 18 ફેબ્રુઆરી, 2022થી આ પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે.


સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટરશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર કોન્સોલેટેડ સ્ટેમ્પ ડ્યુટી ઓનલાઈન ભરી શકાય તે માટે એન.આઈ.સી. મારફતે સોફ્ટવેર તૈયાર કરાવી તા. 18 ફેબ્રુઆરી, 2022થી આ પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. જેથી હવેથી એકસામટી સ્ટેમ્પ ડ્ટી ભરપાઈ કરવાની અરજી ઓનલાઈન કરવાની રહેશે, જે અંગે https://stampduty.gujarat.gov.in/csd સાઈટ પર જઈ લોગઈન આઈડી પાસવર્ડ બનાવી અરજી કરવાની રહેશે, જેની સંબંધ કર્તા કંપનીઓ/સંસ્થાઓ/જાહેર જનતાને નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. કોઈ સંસ્થાપિત કંપનીઓએ બહાર પાડેલ ડિબેન્ચરો સિવાયનાં બીજા બોન્ડ અથવા લે-વેચ થઈ શકે તેવી જામીનગીરીઓ, ગેસ કંપનીઓએ ગ્રાહકો સાથે કરવાનાં કરાર, ઈન્સ્યુરન્સ કંપનીઓએ ઈશ્યુ કરવાની વીમા પોલિસીઓમાં એકસામટી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવા સુપ્રિ. ઓફ સ્ટેમ્પ્સની કચેરીએ અરજીઓ કરવામાં આવે છે. એક સામટી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાનાં અધિકારો સુપ્રિ. ઓફ સ્ટેમ્પ્સને તેમજ રાજ્ય સરકારને એનાયત થયેલ હોવાથી સમગ્ર ગુજરાત રાજ્યમાં આવેલ કંપનીઓએ/સંસ્થાઓએ સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટે ગાંધીનગર આવવું પડે છે.

Comments


bottom of page