top of page

લીમલી કુમાર પ્રાથમિક શાળાનાં 151માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

Surendranagar News : લીમલી કુમાર પ્રાથમિક શાળાનાં 151માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ


બાળકો શ્રીમદ ભગવદ ગીતાના મૂલ્યો સમજે એ માટે રાજ્ય સરકારે ધોરણ 6 થી 12ના અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો સમાવેશ કર્યો છે.

  • શ્રી લીમલી કુમાર પ્રાથમિક શાળાનાં 151માં શાળા સ્થાપના દિવસનો ઉજવણી કાર્યક્રમ

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના લીમલી ગામે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને શ્રી લીમલી કુમાર પ્રાથમિક શાળાનાં 151માં શાળા સ્થાપના દિવસનો ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો.


આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી દ્વારા ભારતમાં 36 વર્ષ બાદ શિક્ષણ નીતિમાં બદલાવ કર્યો અને 12+2ની સિસ્ટમને ખતમ કરી 5+3+3+4 માળખું તૈયાર કરવામાં આવ્યું છે. પહેલા બાળકોને માત્ર પુસ્તકીયું જ્ઞાન આપવામાં આવતું હતું. પરંતુ હવે બાળકોને પાઠ્યપુસ્તકોની સાથે જ વ્યવસાયિક જ્ઞાન પણ આપવામાં આવશે. નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત દરેક બાળક ભણતર દરમિયાન જ ઓછામાં ઓછો એક વ્યવસાય શીખે તેના પર ભાર આપવામાં આવ્યો છે.

વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે બાળકો શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યો સમજે અને એને જીવનમાં ઉતારે એ માટે રાજ્ય સરકારે ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે.


આ પ્રસંગે ગામના સરકારી કર્મચારીઓ અને ભુતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને સ્વાગત પ્રવચન લીમલી શાળાના આચાર્યશ્રી જયદીપસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી નરેન્દ્રભાઈ મુંજપરા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેનશ્રી રાજેન્દ્રસિંહ પરમાર, તાલુકા પંચાયત સદસ્યશ્રી રાજભા પરમાર, અગ્રણી સર્વેશ્રી જગદીશભાઈ મકવાણા, બ્રિજરાજસિંહ વાઘેલા, રાજભા ઝાલા, ઇન્દુભા પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મિતા ગઢવી, મૂળી મામલતદારશ્રી કે. એસ. પટેલ, લીમલી સરપંચશ્રી લઘધિરસિંહ પરમાર સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.


માહિતી બ્‍યૂરો, સુરેન્‍દ્રનગર :


શક્તિ મુંધવા


Comments


bottom of page