top of page

સુરેન્દ્રનગર: ડિસેમ્બર માસમાં રાજ્યકક્ષાની ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે

સુરેન્દ્રનગર: ડિસેમ્બર માસમાં રાજ્યકક્ષાની ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે


રાજ્ય કક્ષા ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધાના ફોર્મ સુરેન્દ્રનગર જિલ્લા રમત-ગમત કચેરીના બ્લોગ dsosnr.blogspot.com પરથી મેળવી શકાશે

આ સ્પર્ધામાં 14 થી 18 વર્ષની વય મર્યાદા ધરાવતા સ્પર્ધક ભાઈઓ/બહેનો જુનિયર વિભાગમાં ભાગ લઈ શકશે
  • સ્પર્ધાના ફોર્મ સુરેન્દ્રનગર જિલ્લા રમત-ગમત કચેરીની ઓનલાઈન સાઇટ પરથી મેળવી શકાશે

સુરેન્દ્રનગર જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, ગુજરાત રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી ડિસેમ્બર-2022માં ચોટીલા મુકામે ગુજરાત રાજ્યનાં યુવક અને યુવતીઓ માટેની રાજ્ય કક્ષા ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં 14 થી 18 વર્ષની વય મર્યાદા ધરાવતા સ્પર્ધક ભાઈઓ/બહેનો જુનિયર વિભાગમાં ભાગ લઈ શકશે.


આ સ્પર્ધામાં ભાગ લેવા માટેના નિયત પ્રવેશપત્રો સુરેન્દ્રનગર જિલ્લા રમત-ગમત કચેરીના બ્લોગ dsosnr.blogspot.com પરથી ડાઉનલોડ કરી શકાશે અથવા 7359773810 નંબર પર વોટ્સએપ મારફત ફોર્મ મેળવી શકાશે. દરેક સ્પર્ધકોએ નિયત પ્રવેશપત્રોમાં માંગ્યા મુજબની તમામ વિગતો ભરી જરૂરી સહિ સિક્કા સાથેનું ફોર્મ તથા જરૂરી આધાર પુરાવાની નકલ જોડી, જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, સુરેન્દ્રનગર ખાતે તા.30/11/2022ના સાંજે 5:00 વાગ્યા સુધીમાં રૂબરૂ/કુરિયર/પોસ્ટ મારફતે પહોંચતા કરવાના રહેશે.


નિયત મર્યાદામાં સ્પર્ધકો ભાગ લઈ શકશે જેથી નિશ્ચિત સંખ્યા કરતા વધારે ફોર્મ થશે એવા સંજોગોમાં વહેલા તે પહેલાના ધોરણે આવેલ ફોર્મ વાળા સ્પર્ધકો ભાગ લઈ શકશે. આ ઉપરાંત અધુરી વિગત વાળા તથા ખોટી માહિતી વાળા ફોર્મ રદ કરવામાં આવશે તેમ વધુમાં જણાવાયું છે.


માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર:


અરૂણા ડાવરા


Comments


bottom of page