top of page

સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટસ અને સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે નિવાસી તાલીમ વર્ગનું આયોજન

Surendranagar News : સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટસ અને સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે નિવાસી તાલીમ વર્ગનું આયોજન

  • સુરેન્દ્રનગર જિલ્લાના યુવાનો માટે નિવાસી તાલીમ વર્ગનું આયોજન

સુરેન્દ્રનગર જિલ્લા રોજગાર અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે લોકરક્ષક(પોલીસ દળ), આર્મી/એરફોર્સ/નેવી/અર્ધલશ્કરી દળો, પેરામીલીટરી ફોર્સ વગેરેમાં જોડાવવા ઇચ્છતા યુવાનો સારો દેખાવ કરી શકે તે માટે સુરેન્દ્રનગર જિલ્લાના યુવાનો માટે નિવાસી તાલીમ વર્ગનું (રહેવા જમવાની સગવડ સાથે) આયોજન કરવામાં આવનાર છે.


જે ઉમેદવારોએ સુરેન્દ્રનગર રોજગાર કચેરી ખાતે ઓનલાઈન (ગુગલકોર્સ) તેમજ કચેરી ખાતે રૂબરૂ અરજી કરેલ હોય તેવા જ ઉમેદવારો માટે પ્રિસ્ક્રુટીની (પૂર્વ શારિરીક ચકાસણી) પ્રક્રિયા તા.06/09/2022ના રોજ સવારે 6:00 કલાકે સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટસ અને સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવી છે.


અરજી કરેલ ઉમેદવારોને સ્વ-ખર્ચે હાજર રહેવા તેમજ વધુ માહિતી માટે કચેરીના હેલ્પલાઇન નંબર 63573 90390 નંબર પર સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે.


માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર:


અરૂણા ડાવરા



Comments


bottom of page