top of page

સુરેન્દ્રનગર જિલ્લાના યુવાનો માટે 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી લશ્કરી ભરતી નિવાસી તાલીમ વર્ગનું

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લાના યુવાનો માટે 01 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી લશ્કરી ભરતી નિવાસી તાલીમ વર્ગનું આયોજન


જિલ્લા રોજગાર વિનિમય કચેરી, સુરેન્દ્રનગર ખાતે તા.20/08/2022ના સાંજે 5:00 ક્લાક સુધીમાં નિવાસી તાલીમ વર્ગ માટેના અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે


તાલીમ વર્ગમાં જોડાવનાર યુવાનોને મળશે પ્રતિદિન રૂ.100/- નું સ્ટાઈપેન્ડ

  • સુરેન્દ્રનગર જિલ્લાના યુવાનો માટે લશ્કરી ભરતી નિવાસી તાલીમ વર્ગનું આયોજન

જિલ્લા રોજગાર અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે લોકરક્ષક(પોલીસ દળ), આર્મી/એરફોર્સ/નેવી/અર્ધલશ્કરી દળો, પેરામીલીટરી ફોરસીસ વગેરેમાં જોડાવવા ઇચ્છતા યુવાનો સારો દેખાવ કરી શકે તે માટે સુરેન્દ્રનગર જિલ્લાના યુવાનો માટે નિવાસી તાલીમ વર્ગ (રહેવા જમવાની સગવડ સાથે) તા. 01/09/2022 થી તા. 30/09/2022 સુધી શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમવર્ગમાં માત્ર પુરુષો જ ભાગ લઈ શકશે. આ તાલીમ વર્ગમાં જોડાવનાર યુવાનો માટે 30 દિવસ રહેવા જમવાની સગવડ ઉપરાંત પ્રતિદિન રૂ.100/- લેખે સ્ટાઈપેન્ડ પણ ઠરાવેલ શરતોને આધીન ચૂકવવામાં આવશે.


આ તાલીમમાં ભાગ લેવા ઈરછુક યુવામિત્રો કે જેમની શારીરિક યોગ્યતા 17.5 થી 23 વર્ષ ઉમર, 168 સે.મી. ઊચાઈ, 77 સે.મી છાતી( ફૂલાવ્યા વગર) અને 82 સે.મી છાતી (ફુલાવીને), વજન 50 કિ.ગ્રામ હોય તેમજ શારીરિક સક્ષમ હોય, ધો.10/12 પાસ હોય તેવા સુરેન્દ્રનગર જિલ્લાના યુવાનોએ પોતાના તમામ પ્રમાણપત્રો જેવાકે શાળા છોડયાનો દાખલો (સ્કૂલ લીવીંગ સર્ટી), જાતિનો દાખલો (જો લાગુ પડતો હોય તો), ધોરણ 10 અને ધોરણ 12 પાસ ની માર્કશીટ વગેરે સહિતના પ્રમાણપત્રો, તેની નકલ તેમજ પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે રૂબરૂ સ્વખર્ચે રજા સિવાયના દિવસો દરમિયાન તા.20/08/2022 સવારે 11:00 થી સાંજે 5:00 ક્લાક સુધીમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી, કલેકટર કચેરી પાસે, સુરેન્દ્રનગરનો સંપર્ક કરવાનો રહેશે. આ અગાઉ રોજગાર કચેરી દ્વારા આયોજિત નિવાસી તાલીમમાં ભાગ લીધો હોય તે ઉમેદવારો આ તાલીમ વર્ગમાં પ્રવેશપાત્ર રહેશે નહિ. વધુ માહિતી માટે કચેરીના હેલ્પલાઇન નંબર 63573 90390 ( ઓફિસ સમયે, રજાના દિવસો સિવાય) નંબર પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.


માહિતી બ્‍યૂરો, સુરેન્‍દ્રનગર :


અરૂણા ડાવરા


Comments


bottom of page