top of page

સુરેન્દ્રનગર જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની કરાઇ ઉજવણી

Updated: Oct 30, 2022

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની કરાઇ ઉજવણી


  • સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની કરાઇ ઉજવણી

લોહપુરૂષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી તા.31 ઓક્ટોબરની દર વર્ષે "રાષ્ટ્રીય એકતા દિવસ" તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ પર્વની ઉજવણીના ભાગરૂપે આજે રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં "રાષ્ટ્રીય એકતા દિવસના" શપથ લેવામાં આવ્યા હતા.

જે અંતર્ગત આજે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ નિવાસી અધિક કલેકટર સુશ્રી દર્શના ભગલાણીના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે કચેરીના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ દ્વારા "એકતા શપથ" લેવામાં આવ્યા હતા.


Comentarios


bottom of page