top of page

સુરેન્દ્રનગર જિલ્લામાં "નારી વંદન ઉત્સવ" કાર્યક્રમ દિવસ : 6

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં "નારી વંદન ઉત્સવ" કાર્યક્રમ દિવસ : 6


તા.6 ઓગસ્ટે 'મહિલા કલ્યાણ દિવસ' ની ઉજવણી વર્ધમાન ગૃહ ઉદ્યોગ મહિલા મંડળ, વઢવાણ ખાતે યોજાશે


રાજ્ય સરકાર દ્વારા ઓગસ્ટ-2022ના પ્રથમ સપ્તાહમાં 'નારી વંદન ઉત્સવ' અંતર્ગત વિવિધ દિવસની ઉજવણી

  • વર્ધમાન ગૃહ ઉદ્યોગ મહિલા મંડળ, વઢવાણ ખાતે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી

રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં નારી વંદન ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં વિવિધ દિવસોની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે.


આ કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા.6 ઓગસ્ટ, 2022ને શનિવારના રોજ બપોરે 3:00 કલાકે વર્ધમાન ગૃહ ઉદ્યોગ મહિલા મંડળ, વઢવાણ ખાતે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરવામાં આવશે.


આ કાર્યક્રમ અંતર્ગત મહિલા જાગૃતતા શિબિરનું આયોજન કરવામાં આવશે તેમજ મહિલા કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવશે.આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે.


આ કાર્યક્રમ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, શિક્ષણ વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગ, મહિલાઓને લોન આપતી બેંકો તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના સયુંકત ઉપક્રમે કાર્યક્રમ યોજાશે.


માહિતી બ્‍યૂરો, સુરેન્‍દ્રનગર :


અરૂણા ડાવરા


Comments


bottom of page