top of page

સુરેન્દ્રનગર ખાતે કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં ઈ-એફ.આઇ.આર.અંગે જનજાગૃતિ કાર્યક્રમ

Surendranagar News : સુરેન્દ્રનગર ખાતે કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં ઈ-એફ.આઇ.આર. અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો


ઈ-એફ.આઇ.આર.ની માહિતી દરેક લોકો સુધી પહોંચાડવાનો અનુરોધ કરતા કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી દ્વારા પંડિત દિનદયાળ ટાઉનહોલ સુરેન્દ્રનગર ખાતે વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં ઇ-એફ.આઇ.આર. અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.


આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ઘણી સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ બનાવવામાં આવી છે. આ વિવિધ સેવાઓનો લાભ આજે ગામડાના લાભાર્થીઓ મોબાઈલ અને ઇ-ગ્રામ સેન્ટરના માધ્યમથી સરળતાથી મેળવી રહ્યા છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ વિભાગે પણ 14 પ્રકારની વિવિધ સેવાઓ નાગરિકો માટે ઓનલાઇન ઉપલબ્ધ બનાવી છે. ઈ-એફ.આઇ.આર. વિશે વાત કરતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે કોઈપણ નાગરિકને વાહન ચોરી કે મોબાઈલ ચોરી જેવી ફરિયાદ માટે પોલીસ સ્ટેશન જવાની જરૂરિયાત નહીં રહે હવે નાગરિકો ઘરે બેઠા મોબાઈલ દ્વારા ઈ-એફ.આઈ.આર. કરી શકશે.


વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે જિલ્લાના નાગરિકોને ઈ-એફ.આઇ.આર. વિશે જાણકારી મળી રહે તેવા હેતુથી જિલ્લાના પોલીસ સ્ટેશનનો દ્વારા આવા અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવે છે તેમજ આ ઈ-એફ.આઈ.આર.નો નાગરિકો સરળતાથી ઉપયોગ કરી શકે તે હેતુ જાગૃતિ સેમિનારો પણ યોજાઇ રહ્યા છે તેમજ ઈ-એફ.આઇ.આર.ની માહિતી દરેક લોકો સુધી પહોંચાડવા મંત્રીશ્રીએ અનુરોધ પણ કર્યો હતો.

આ તકે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હરેશ દુધાતે ઈ-એફ.આઇ.આર.ની પ્રક્રિયા તેમજ તેના વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. આ ઉપરાંત નગરપાલિકા પ્રમુખશ્રી વિરેન્દ્ર આચાર્ય, સરકારી વકીલશ્રી મનસુખ સભાણી અને અગ્રણીશ્રી જગદીશભાઈ મકવાણાએ પ્રાસંગિક ઉદબોદન કરી ઈ-એફ.આઇ.આર. વિશે માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન.મકવાણા નિવાસી અધિક કલેક્ટરશ્રી વી.એન. સરવૈયા, અગ્રણી સર્વશ્રી ચંદ્રેશભાઇ પટેલ, મનહરસિંહ રાણા, મહેન્દ્રભાઈ પટેલ અને સિધ્ધરાજસિંહ ઝાલા તેમજ પોલીસ વિભાગના અધિકારી/ કર્મચારીશ્રીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.


માહિતી બ્‍યૂરો, સુરેન્‍દ્રનગર :


શિવરામ આલ


コメント


bottom of page