top of page

રાજકોટ ખાતે 20 ઓક્ટોબર, 2022 થી 12 નવેમ્બર, 2022 સુધી અગ્નિવીર સોલ્જર ભરતી મેળો યોજાશે

Surendranagar News : રાજકોટ ખાતે 20 ઓક્ટોબર,2022 થી 12 નવેમ્બર,2022 સુધી અગ્નિવીર સોલ્જર ભરતી મેળો યોજાશે


સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં સમાવિષ્ટ જિલ્લાઓનાં નવયુવકો માટે અગ્નિવીર સૈનિક બનવાની સોનેરી તક


ભરતી મેળામાં જોડાવવા માટે વેબસાઈટ પર ૩ સપ્ટેમ્બર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત

  • રાજકોટ ખાતે અગ્નિવીર સોલ્જર ભરતી મેળો યોજાશે

રોજગાર અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, સુરેન્દ્રનગ૨ જીલ્લાનાં યુવાનો સં૨ક્ષણ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરી શકે તેવા હેતુથી આગામી તા.20/10/2022 થી તા.12/11/2022 દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્પોર્ટસ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે ફક્ત સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં સમાવિષ્ટ જિલ્લાઓમાં વસવાટ કરતા શારીરિક અને માનસિક રીતે સક્ષમ અને નિયત માપદંડો પૂર્ણ કરતા યુવાનો માટે અગ્નિવીર સોલ્જ૨ જનરલ ડ્યુટી, અગ્નિવીર સોલ્જ૨ ટેક્નીકલ, અગ્નિવીર સોલ્જ૨ કલાર્ક, અગ્નિવીર સોલ્જર ટ્રેડસમેન હાઉસકીપર અને મેસકિપર સિવાયનાં તમામ ટ્રેડ સહિતની કેટેગરી માટે થલસેના ભરતી કાર્યાલય, જામનગર દ્વારા લશ્કરી ભરતી રેલી યોજાનાર છે.


આ ભરતી મેળામાં તા.01/10/2022 ના રોજ ઉંમર 17.5 (સાડા સત્તર વર્ષથી) ઓછી ન હોય અને 23 વર્ષથી વધુ ન હોય તેવા તેમજ ભરતીની કેટેગરી વાઈઝ નક્કી કરવામાં આવેલ યોગ્ય શૈક્ષણિક લાયકાત અને શારીરિક માપદંડ ધરાવતા ફક્ત સક્ષમ પુરૂષ ઉમેદવારો ભાગ લઈ શકશે. લશ્કરી ભરતીમેળામાં ઉમેદવારી નોંધાવવા ઓનલાઇન માધ્યમથી નિયત વેબસાઈટ www.joinindianarmy.nic.in ૫૨ રજિસ્ટ્રેશન ફરજીયાત કરવાનું રહેશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન તા.05/08/2022 થી તા.03/09/2022 સુધી કરી શકાશે. થલસેનામાં જોડાવા ઇચ્છુક યુવાનો જેમણે અગાઉ પ્રસિધ્ધ થયેલ જાહેરાતના અનુસંધાને નિયત માધ્યમથી અરજી કરેલ હોય તેઓએ પણ ફરીથી વેબસાઇટ પર નવેસરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. થલસેના ભરતીમેળાની વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર તેમજ થલસેના ભરતી કાર્યાલય હેલ્પલાઇન ટે.નં.0288-2550346 નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.


માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર:


અરૂણા ડાવરા


Comments


bottom of page