top of page

સુરેન્દ્રનગર ખાતે 'પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ' કાર્યક્રમ યોજાશે

Surendranagar News : સુરેન્દ્રનગર ખાતે 'પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ' કાર્યક્રમ યોજાશે

  • રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને 'પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ' કાર્યક્રમ યોજાશે

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને 5 સપ્ટેમ્બરના રોજ આનંદ ભવન, સુરેન્દ્રનગર ખાતે 'પ્રાકૃતિક કૃષિ પરીસંવાદ' કાર્યક્રમ યોજાશે. જિલ્લા કલેકટરશ્રી કે.સી સંપટના અધ્યક્ષસ્થાને રાજ્યપાલશ્રીની આ મુલાકાત સંદર્ભે એક બેઠક યોજાઇ હતી. આ પરિસંવાદ અંતર્ગત રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવશે.આ ઉપરાંત આત્મા પ્રોજેક્ટ તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીશ્રીઓ દ્વારા રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાના વધતા ઉપયોગ તથા તેની સમસ્યાઓના નિરાકરણ સંદર્ભે તથા ખેતીવાડી, પશુપાલન બાબતે તેમજ અન્ય પ્રાકૃતિક ખેતીને લગતા વિષયો પર ચર્ચા - વિચારણા કરી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે. પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો અનાજ, કઠોળ, તેલીબીયાં, ફળફળાદી, શાકભાજી વગેરે પ્રાકૃતિક ઉત્પાદનોનું ખેડૂતો ગ્રાહકોને સીધુ વેચાણ કરી શકે તે માટે રામ ભોજનાલય પાસે પ્રાકૃતિક ઉત્પાદનોના વેચાણકેન્દ્રને રાજ્યપાલશ્રીના વરદહસ્તે ખુલ્લું મુકવામાં આવશે.


રાજ્યપાલશ્રીની મુલાકાતને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેકટરશ્રીએ સભાસ્થળે વીજ પુરવઠો, પાણીની વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, સ્ટેજ, ટ્રાફિક મેનેજમેન્ટ, કાયદો અને વ્યવસ્થા સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે સંબંધિત અધિકારીઓને સુચના માર્ગદર્શન આપ્યા હતા. ઝાલાવાડના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો મોટી સંખ્યામાં 'પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ'માં હાજર રહી માર્ગદર્શનનો લાભ લેવા જણાવ્યું હતું.


આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન. મકવાણા, નિવાસી અધિક કલેકટરશ્રી દર્શના ભગલાણી, ડી.વાય.એસ.પીશ્રી પ્રકાશ પટેલ, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી બી.એ પટેલ સહિતનાં સંબધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર:


અરૂણા ડાવરા


Commentaires


bottom of page