top of page

પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ વર્ગ માટે રૂ.20,000 ના ફિક્સ વેતનથી કો-ઓર્ડીનેટરની નિમણૂંક કરાશે

Surendranagar News : પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ વર્ગ માટે રૂ.20,000 ના ફિક્સ વેતનથી કો-ઓર્ડીનેટરની નિમણૂંક કરાશે


રોજગાર કચેરી સુરેન્દ્રનગર દ્વારા સ્નાતક પુરુષ ઉમેદવારો પાસેથી કો-ઓર્ડીનેટર માટે અરજીઓ મંગાવાઇ
  • રોજગાર કચેરી, સુરેન્દ્રનગર દ્વારા પરીક્ષાલક્ષી નિવાસી તાલીમવર્ગનું આયોજન

  • કરાર આધારીત કામગીરી માટે રૂ.20,000 ના ફિક્સ વેતનથી કો-ઓર્ડીનેટરની નિમણૂંક

રોજગાર અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ગુજરાતના યુવાનોનું સંરક્ષણદળોમાં પ્રતિનિધિત્વ વધે તે હેતુથી રોજગાર કચેરી, સુરેન્દ્રનગર દ્વારા પરીક્ષાલક્ષી નિવાસી તાલીમવર્ગનું આયોજન તા.01/09/2022 થી તા.30/09/2022 સુધી કરવામાં આવનાર છે. આ તાલીમવર્ગના સમગ્ર સંચાલન માટે 30 દિવસ માટે કરાર આધારીત કામગીરી માટે રૂ.20,000 ના ફિક્સ વેતનથી કો-ઓર્ડીનેટરની નિમણૂંક કરવા માટે સ્નાતક પુરૂષ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. અરજીપત્ર તથા વિગતવાર માહિતી રોજગાર કચેરી સુરેન્દ્રનગર ખાતેથી મેળવવાની રહેશે. જાહેરાત પ્રસિધ્ધ થયાના દિન-3માં અરજી કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.


માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર:


અરૂણા ડાવરા


Comments


bottom of page