top of page

વંદે ગુજરાત વિકાસયાત્રા કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગર ખાતે વૃક્ષારોપણ સહિતનાં કાર્યક્રમો યોજાયા

Surendranagar News: વંદે ગુજરાત વિકાસયાત્રા કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગર ખાતે

વૃક્ષારોપણ સહિતનાં કાર્યક્રમો યોજાયા


વઢવાણ ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન


  • વઢવાણ ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલનાં અધ્યક્ષ સ્થાને યોજાયો વંદે ગુજરાત વિકાસયાત્રા કાર્યક્રમ

  • કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.




વંદે ગુજરાત વિકાસયાત્રા અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાનાં શહેરી વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આજે વઢવાણ ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલનાં અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન આવાસ યોજના, પી.એમ.જે.એ.વાય યોજના, વ્હાલી દિકરી સહિતની યોજનાઓનાં લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ, હુકમ તથા મંજૂરી પત્ર આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. કાર્યક્રમમાં સુશ્રીવર્ષાબેન દોશી, શ્રી જગદીશભાઈ મકવાણા,શ્રી ડો. અનિરુદ્ધસિંહ પઢિયાર, શ્રી જયેશભાઈ પટેલ, શ્રી મહેન્દ્રભાઈ પટેલ, શ્રી સાગરભાઈ રાડીયા, શ્રી વિરેન્દ્ર આચાર્ય સહિતના પદાધિકારી અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર:


અરૂણા ડાવરા

Comments


bottom of page