top of page

સ્પર્ધાત્મક પરીક્ષાઓની પૂર્વ તૈયારી કરતા ઉમેદવારો માટે “પ્રાદેશિક ઈન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ શિબિર"

Surendranagar News : સ્પર્ધાત્મક પરીક્ષાઓની પૂર્વ તૈયારી કરતા ઉમેદવારો માટે “પ્રાદેશિક ઈન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ શિબિર" નું આયોજન


કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર તથા જીલ્લા યુવા વિકાસ અધિકારી, જીલ્લા રમત ગમત કચેરી, રાજકોટ દ્વારા “પ્રાદેશિક ઈન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ શિબિર" નું આયોજન


  • સ્પર્ધાત્મક પરીક્ષા કરતાં વિદ્યાર્થીઓના લાભની વાત

  • ઓગસ્ટ 2022માં તાલીમ શિબિરનું આયોજન

  • સરકારી-બિનસરકારી સંસ્થાઓમાં ઇન્ટરવ્યુમાં નહીં પડે તકલીફ

જિલ્લા રમતગમત અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, આજના સ્પર્ધાત્મક યુગમાં નોકરી મેળવવા માટે ઇચ્છુક ઉમેદવારોને લેખિત તથા મૌખિક પરીક્ષાની પૂર્વ તૈયારી માટે માર્ગદર્શન મળી રહે તેવા હેતુસર કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી, રાજકોટ દ્વારા “પ્રાદેશિક ઈન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ શિબિર" નું આયોજન કરવામાં આવનાર છે.


આ તાલીમ શિબિરમાં 20 થી 40 વર્ષની વયના યુવક/યુવતીઓ ભાગ લઇ શકશે. 60 શિબિરાર્થીઓ માટે રાજકોટ ખાતે શિબિરનું આયોજન કરવામાં આવશે.


ઇચ્છુક ઉમેદવારોએ સાદા કાગળમાં પોતાનું 1.નામ અને સરનામું, 2.સંપર્ક નંબર, 3.શૈક્ષણિક લાયકત, 4.આધારકાર્ડની નકલ, 5.જન્મનું પ્રમાણપત્ર, 6.રોજગાર કચેરીમાં નોંધણી સહિતની વિગતો દર્શાવતી અરજી લખી જરૂરી બિડાણ સાથે પાસપોર્ટ સાઈઝના તાજેતરના ફોટો સાથે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીને જિલ્લા રમત ગમત કચેરી, રાજકોટ ગ્રામ્ય 5/5, બહુમાળી ભવન, રેસકોર્ષ રોડ, રાજકોટ. પર રૂબરૂ, કુરિયર/ટપાલ મારફત તારીખ 31/07/2022 સુધીમાં અરજી મોકલી આપવાની રહેશે. શિબિર માટે પસંદગી પામનાર યુવક/યુવતીઓને શિબિરના સમય, સ્થળ તથા તારીખની ટેલિફોનિક જાણ કરવામાં આવશે તેમ અખબારી યાદીમાં જણાવાયું છે.


માહિતી બ્‍યૂરો, સુરેન્‍દ્રનગર :


અરૂણા ડાવરા


Comments


bottom of page