top of page

સુરેન્દ્રનગરમાં નવરાત્રિના આયોજન અંગે ગરબા આયોજકો સાથે બેઠક

સુરેન્દ્રનગરમાં નવરાત્રિના આયોજન અંગે ગરબા આયોજકો સાથે બેઠક

સુરેન્દ્રનગરમાં નવરાત્રિના આયોજન અંગે ગરબા આયોજકો સાથે બેઠક
  • જિલ્લા કલેક્ટરે વિવિધ સુચનાઓ આપી

  • એમ્બ્યુલન્સ અને આરોગ્યની ટીમ સ્ટેન્ડ બાય રાખવા આદેશ

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં કલેકટર કચેરી સભાખંડ ખાતે નવરાત્રીના આયોજનને લઇને ગરબા આયોજકો સાથે પૂર્વતૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેકટરે આયોજકો પાસેથી આયોજનની વિગતો મેળવી દરેક મુદ્દે વિસ્તૃત ચર્ચા હાથ ધરી જરૂરી માર્ગદર્શન અને સૂચનો કર્યા હતા.


આ બેઠકમાં જિલ્લા કલેકટર કે.સી.સંપટ દ્વારા દરેક આયોજકોએ નવરાત્રી માટેની અરજી, આયોજકનું આધાર કાર્ડ, જગ્યા માલિકનું સંમતિપત્ર (જગ્યા ભાડે આપી હોય તો તેનો પુરાવો), મહિલા તેમજ પુરુષ સિક્યુરિટી ગાર્ડની સંખ્યા સાથેની વિગતો, ફાયર સેફ્ટી અંગેનું પ્રમાણપત્ર, ઇલેક્ટ્રીક ફીટીંગ અંગેનું ગવર્મેન્ટ માન્ય ઇલેક્ટ્રિશિયનનું પ્રમાણપત્ર, જનરેટરની વ્યવસ્થા, સીસીટીવી કેમેરાનું સ્થળ અને સંખ્યા, સાઉન્ડ સિસ્ટમ વાળા વ્યક્તિનું નામ/સરનામું સહિતની વિગતો, આર્ટિસ્ટનું સંમતિપત્ર, વીમા પોલિસી અને પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ ફરજિયાત પણે કરવાની સુચનાઓ આપી હતી.


તેમજ રાસ ગરબાના સ્થળની આસપાસ ટ્રાફિક ન થાય તે માટે દરેક આયોજકોએ ગરબાના સ્થળથી દૂર પાર્કિંગની વ્યવસ્થા કરવાની તેમજ એન્ટ્રી-એક્ઝિટ અને પાર્કિંગ એરિયા કવર થાય તે રીતે હતી. નાઈટવિઝન વાળા કેમેરા લગાવવા, ગરબાના સ્થળે પુરુષ અને મહિલા સિક્યુરિટી ગાર્ડ અને સ્વયંસેવકો પણ રાખવા અને લાઉડ સ્પીકર રાત્રે 12 વાગ્યા સુધી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ શરૂ રાખવા સહિતની બાબતો અંગે કડક સુચનાઓ આપી હતી.


ચોટીલા તળેટીએ મેડિકલની 3 ટીમ તહેનાત રહેશે ચોટીલા ચામુંડા માતાજી મંદિરે નવરાત્રીના સમયે હજારો લાખો ભકતો માતાના દર્શન કરશે. તેમની આરોગ્ય સુવિધાને અનુલક્ષીને ડુંગર તળેટીમાં મેડિકલ ટીમનું આયોજન કરાશે. 3 વ્યક્તિની ટીમ હાજર રહેશે તેવું હેલ્થ ઓફિસર ઉપાધ્યાય દ્વારા જણાવવામાં આવ્યું હતું.

તાજેતરમાં યુવાનોમાં વધી રહેલી હાર્ટએટેકના બનાવોને ધ્યાને લઈ નવરાત્રી મહોત્સવના દરેક આયોજકોએ CPR ની જાણકારી હોય તેવા સ્વયંસેવકો રાખવા, તેમજ મહોત્સવના સ્થળ પર આરોગ્ય વિભાગને મેડિકલની ટીમ અને 108 એમ્બ્યુલન્સને સ્ટેન્ડ બાય રાખવા સહિતની બાબતોનો કડક પણે અમલ કરવા કલેકટરે સુચનાઓ આપી હતી.


આ રીતે સીપીઆર આપી જીવ બચાવો કોઇ પણ વ્યક્તિને હાર્ટ એટેક આવે તે સમયે જો સમયસર સીપીઆર આપવામાં આવે તો તેનો જીવ બચાવી શકાય છે. સીપીઆર પદ્ધતિ વિશે જણાવીએ તો સીપીઆર એટલે કાર્ડીઓ પલ્મોનરી રિસુસિટેશન. જેમાં કોઇ વ્યક્તિનું હાર્ટ બંધ પડી જતા બેભાન થઇ જાય છે. આવા સમયે વ્યક્તિને પ્રથમ બેભાન અવસ્થાની ખાતરી કરો. જો તે બેભાન હોય તો તેને હવા મળે તેમ સરખી રીતે સૂવડાવો, નજર છાતી પર અને દર્દીના ગાલ પાસે નાક નજીક જઇ શ્વાસ નીકળે છે કે નહીં તે અનુભવવા તથા ફેફસા કાર્યરત છે કે નહીં તે જાણવું, લોહીનું પરિભ્રમણ ચાલુ રાખવા છાતી પર દબાણ કરો. મોટેથી 1, 2, 3 બોલતા 30 વખત છાતી પર દબાણ કરો ત્યારબાદ કૃત્રિમ શ્વાસ આપો, એક ઉંડો શ્વાસ લઇ દર્દીના મોંમાં ર બે વખત જોરથી પોતાનો શ્વાસ આપવો.


આ બેઠકમાં નગરપાલિકા પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત ગરબા આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.
Comments


bottom of page