top of page

મેગા હેલ્થ કેમ્પમાં મને ખૂબ સારી સારવાર અને રિપોર્ટ્સ વિનામૂલ્યે થઈ ગયા

Surendranagar News: મેગા હેલ્થ કેમ્પમાં મને ખૂબ સારી સારવાર અને રિપોર્ટ્સ વિનામૂલ્યે થઈ ગયા

વિનામૂલ્યે નિદાન-સારવાર થતા આનંદ વ્યક્ત કરતા સુરેન્દ્રનગરવાસીઓ


  • મહાત્મા ગાંધી સ્મારક, જનરલ હોસ્પિટલ,સુરેન્દ્રનગર ખાતે નિશુલ્ક મેગા હેલ્થ કેમ્પનું આયોજન

સમગ્ર રાજ્યમાં શરૂ થયેલી વંદે ગુજરાત વિકાસયાત્રા અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ લોકકલ્યાણનાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે શ્રેણીમાં ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી-સુરેન્દ્રનગર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્યના સંયુક્ત ઉપક્રમે મહાત્મા ગાંધી સ્મારક, જનરલ હોસ્પિટલ,સુરેન્દ્રનગર ખાતે નિશુલ્ક મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૫૩ લોકોએ આ નિશુલ્ક મેગા હેલ્થ કેમ્પનો લાભ લઇ સારવાર લીધી હતી, જેમાં તેમને તપાસી રોગના લક્ષણો અનુસાર વિશેષજ્ઞ તબીબો પાસે તેમનું ચેકઅપ-નિદાન કરાવાયું હતું.આ નિશુલ્ક મેગા હેલ્થ કેમ્પનો લાભ લેનારા જગદીશભાઇ પરસોત્તમભાઇ પાટડિયા જણાવે છે કે મને ઢીંચણ અને ગરદનમાં દુખાવો રહે છે. મેં આ કેમ્પમાં ડોક્ટર પાસે બતાવ્યું. તેમણે નિદાન કરી મને દુખાવાની દવા આપી છે. આ સાથે મારું બીપી અને ડાયાબીટીસ પણ ચેક કર્યું. અહીં મારા લોહીના રિપોર્ટ પણ થઈ ગયા. આમ મને આ મેગા હેલ્થ કેમ્પમાં ખૂબ જ સારી સારવાર મળી અને એ પણ સાવ નિશુલ્ક. જો હું બહાર આ ચેકઅપ કરાવવા જાત તો બીપી ડાયાબિટીસ અને રિપોર્ટમાં જ મારો રૂ.500થી વધારે ખર્ચ થઈ ગયો હોત. મને નિરામય કાર્ડ પણ બનાવી આપ્યું છે. જેમાં બધા રીપોર્ટ નોંધવામાં આવ્યા છે, જેથી આગળ ફરી બતાવવાનું થશે તો કામ આવે.
જ્યારે આ કેમ્પના બીજા લાભાર્થી ચોકડી ગામનાં મધુબેન જણાવે છે કે મને મારા દાંતની તકલીફ હતી. મેં આ કેમ્પ વિશે સાંભળ્યું અને કેમ્પનો લાભ લીધો. અહીં દાંતનાં ડેન્ટલ સર્જન દ્વારા મારૂ વ્યવસ્થિત ચેકઅપ કરવામાં આવ્યું. તેમણે મને સારવાર અર્થે દવા પણ લખી આપી છે. અહીં મારા દાંતનું ચોકઠું નવું ચોકઠું પણ અહીં નિઃશુલ્ક બની જશે. બંને લાભાર્થીઓ આનંદ સાથે જણાવ્યું હતું કે સરકાર તરફથી અવારનવાર આવા કેમ્પનું આયોજન થતું રહે છે અને વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકોને એનો લાભ મળે છે તે ખૂબ સારી વાત છે.


માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર:


શક્તિ મુંધવા

Comments


bottom of page