top of page

રાજુ શ્રીવાસ્તવની ઓટો ડ્રાઈવરથી કોમેડી કિંગ બનવાની યાત્રા કેવી રહી? જાણો

રાજુ શ્રીવાસ્તવની ઓટો ડ્રાઈવરથી કોમેડી કિંગ બનવાની યાત્રા કેવી રહી? જાણો

  • રાજુને હાર્ટ એટેક આવતા દિલ્હી એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

  • રાજુ શ્રીવાસ્તવ છેલ્લા 40 દિવસથી વેન્ટિલેટર પર હતા.

  • 21 સપ્ટેમ્બરના રોજ લીધા અંતિમ શ્વાસ

રાજુને 10 ઓગસ્ટના રોજ જીમમાં કસરત કરતી વખતે રાજુને હાર્ટ એટેક આવતા તેઓ ભાંગી પડ્યા હતા. જે બાદ તેમને દિલ્હી એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજુ શ્રીવાસ્તવ છેલ્લા 40 દિવસથી વેન્ટિલેટર પર હતા. તા.21 સપ્ટેમ્બરના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. રાજુના નિધનથી બોલીવુડથી લઈને તેના ચાહકોમાં શોકની લહેર છે. દરેકનું હૃદય ઉદાસ છે અને આંખો ભીની છે. રાજુ શ્રીવાસ્તવ કોમેડીનો તે અજોડ સ્ટાર જેના શબ્દો લાખો લોકોને હસાવતા. હતા. જેના જોક્સમાં હસાવી-હસાવીને પેટમાં દુખાવો કરી નાંખતા હતા. હાસ્યજગતનો આ રોશનીનો દીવો બુઝાઇ ગયો. બધાને હસાવનાર રાજુ લોકોને રડાવતા ગયા છે.


રાજુને 10 ઓગસ્ટના રોજ જીમમાં કસરત કરતી વખતે રાજુને હાર્ટ એટેક આવતા તેઓ ભાંગી પડ્યા હતા. જે બાદ તેમને દિલ્હી એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તા.21 સપ્ટેમ્બરના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. રાજુના નિધનથી બોલીવુડથી લઈને તેના ચાહકોમાં શોકની લહેર છે. દરેકનું હૃદય ઉદાસ છે અને આંખો ભીની છે.


રાજુ શ્રીવાસ્તવનો જન્મ 25 ડિસેમ્બર, 1963ના રોજ ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેમનું બાલપણનું નામ સત્યપ્રકાશ શ્રીવાસ્તવ હતું. પરંતુ મુંબઈ આવ્યા બાદ તેમણે પોતાનું નામ બદલીને રાજુ રાખ્યું હતું.


રાજુ શ્રીવાસ્તવને શરૂઆતથી જ લોકોને હસાવવાનો શોખ હતો. જેમાં રાજુ શ્રીવાસ્તવ કરિયર બનાવવાનું સપનું લઈને વર્ષ 1988માં મુંબઈ પહોંચ્યા હતા. તે સમયે મુંબઈ જેવા મોટા શહેરમાં પોતાની ઓળખ બનાવવી એટલી સરળ ન હતી. રાજુને ઘણા વર્ષો સુધી સંઘર્ષ કરવો પડયો.


રિક્ષામાં લોકોને સંભળાવતા હતા જોકસ


મુંબઈમાં પોતાના શરૂઆતી સંઘર્ષ વિશે વાત કરતાં રાજુ શ્રીવાસ્તવે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જ્યારે તે મુંબઈ પહોંચ્યા ત્યારે તે સમયે લોકો કોમિડિયનને મોટો કલાકાર નહોતા માનતા. તે સમયે કોમેડી જોની વોકરથી શરૂ થતી અને જોની લીવર સાથે પૂરી થતી. વધારે કામ ન મળવાને કારણે તેની પાસે પૈસાની પણ તંગી હતી. ખર્ચને પહોંચી વળવા તેણે ઓટો ચલાવી. રાજુના કહેવા પ્રમાણે, તે ઓટોમાં મુસાફરી કરતાં લોકોને જોક્સ સંભળાવીને હસાવતો હતો. તેના બદલામાં તેમને ભાડાની સાથે ટીપ પણ મળતી હતી.


જો કે આ દરમિયાન તે સ્ટેન્ડ-અપ કોમેડી પણ કરતાં હતા. પિતાનું નામ રમેશચંદ્ર શ્રીવાસ્તવ હતું, તેઓ પોતે કવિ હતા અને બલાઈ કાકા તરીકે જાણીતા હતા. રાજુ, જે એક ઉત્તમ મિમિક્રિ કરતો હતો. તે હંમેશા કોમિડિયન બનવા માંગતા હતા. તેમના લગ્ન 1 જુલાઇ, 1993ના રોજ લખનઉની શિખા સાથે થયા હતા. બંને દંપતીને બે બાળકો અંતરા શ્રીવાસ્તવ અને આયુષ્માન શ્રીવાસ્તવ છે.

એક શો માટે મળ્યા 50 રૂપિયા


રાજુ શ્રીવાસ્તવે આ જ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે શરૂઆતના દિવસોમાં તેને એક શોના 50 રૂપિયા મળતા હતા. સ્ટ્રગલના દિવસોમાં તે બર્થ ડે પાર્ટીમાં જઈને 50 રૂપિયામાં કોમેડી કરતો હતો.


ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ દ્વારા માન્યતા પ્રાપ્ત


એક દિવસ ઓટો ચલાવતા રાજુ શ્રીવાસ્તવના જીવનમાં મોટો વળાંક આવ્યો. તેને કોમેડી શો માટે બ્રેક મળ્યો. આ પછી રાજુ શ્રીવાસ્તવે પાછું વળીને જોયું નથી. રાજુએ ડીડી નેશનલના ફેમસ શો 'ટી ટાઈમ મનોરંજન' થી લઈને 'ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ' સુધી પોતાની ખાસ ઓળખ બનાવી.


રાજુ શ્રીવાસ્તવને 'ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ'થી વાસ્તવિક ઓળખ મળી. તે આ શોનો રનર-અપ પણ હતા. આ શોમાં તેનું 'ગજોધર ભૈયા'નું પાત્ર ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. કાનપુર અને ગ્રામીણ વાતાવરણને પોતાની કોમેડીમાં સામેલ કરીને રાજુએ લોકોના દિલ પર રાજ કરવાનું શરૂ કર્યું.

'ગજોધર ભૈયા'નું પાત્ર જેનો રાજુ તેની કોમેડીમાં ઉલ્લેખ કરે છે. તેઓ કાનપુરના રહેવાશી છે. પરંતુ શાળાના વેકેશનમાં તેઓ વર્ષના બે મહિના પોતાના નાનાની ઘરે જ વિતાવતા. તેમના નાનાના ગામમાં એક બાર્બર હતો, તેનું નામ ગજોધર હતું. તે રાજુની હેર કટિંગ કરતા હતાં. તે ખુબ આરામથી આવતા હતાં. તેમનો અંદાજ રાજુને યાદ રહી ગયો. જ્યારે રાજુ શ્રીવાસ્તવ મોટા થયા, તો ગજોધર ભૈયાનું વ્યક્તિત્વ પણ તેમના સ્મૃતિમાં સમાય ગયું. તે ખુબ રસપ્રદ કેરેક્ટર હતું. રાજુ જણાવ્યું હતું કે, કયારેય વિચાર્યું પણ ન્હોતું કે, આ કેરેક્ટર

આગળ જતાં ગજોધર ભૈયાનું કેરેક્ટર લોકોને આટલું પસંદ આવશે.


આ પછી રાજુ શ્રીવાસ્તવે 'ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ-ચેમ્પિયન્સ'માં પણ ભાગ લીધો હતો. જેમાં તેણે 'ધ કિંગ ઓફ કોમેડી'નો ખિતાબ જીત્યો હતો.


ફિલ્મી કરિયરની શરૂઆત


રાજુ શ્રીવાસ્તવે બોલીવુડમાં પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ફિલ્મ 'તેઝાબ'થી કરી હતી. આ ફિલ્મ વર્ષ 1988માં રિલીઝ થઈ હતી. તે પછી તેને 'મૈંને પ્યાર કિયા', 'બાઝીગર', 'આમદની અઠન્ની ખર્ચા રૂપૈયા', 'બિગ બ્રધર', બોમ્બે ટુ ગોવા' વગેરે જેવી ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું.


આ સિવાય તેમણે 'શક્તિમાન', 'બિગ બોસ', 'કોમેડી કા મહા મુકાબલા', 'કોમેડી સર્કસ', 'કોમેડી નાઇટ્સ વિથ કપિલ', 'ધ કપિલ શર્મા શો' જેવી ટીવી સિરિયલમાં પણ કામ કર્યું હતું.


કોમેડી દ્વારા રાજકારણમાં પ્રવેશ કર્યો


કોમેડી સાથે રાજુએ રાજકારણમાં પણ હાથ અજમાવ્યો છે. તેમણે સમાજવાદી પાર્ટી સાથે રાજકારણની શરૂઆત કરી હતી. 2014ની લોકસભા ચૂંટણીમાં યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે તેમને કાનપુર લોકસભા સીટ પરથી મેદાનમાં ઉતાર્યા હતા. જો કે, 11 માર્ચ 2014ના રોજ તેમણે ટિકિટ પરત કરી અને કહ્યું કે તેમને પાર્ટીના સ્થાનિક એકમો તરફથી પૂરતું સમર્થન મળ્યું નથી. આ પછી તેઓ 19 માર્ચ 2014ના રોજ ભારતીય જાણતા પાર્ટીમાં જોડાયા. તેઓ ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના અધ્યક્ષ પણ હતા.



Commentaires


bottom of page