top of page

સંચારી રોગ અટકાયત માટે કલેકટરશ્રી કે. સી. સંપટના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

Surendranagar News: સંચારી રોગ અટકાયત માટે કલેકટરશ્રી કે. સી. સંપટના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

  • કલેકટરશ્રી કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઈ

  • રોગચાળા નિયંત્રણ અને આરોગ્યલક્ષી સેવાઓની પૂર્વ તૈયારી માટે માર્ગદર્શન

  • 8 થી 59 વર્ષની ઉંમરના તમામ લોકોને નિઃશુલ્ક કોરોના રસીનો પ્રીકોશન ડોઝ આપવામાં આવે તેવી આરોગ્ય વિભાગને સૂચના


સુરેન્દ્રનગર જિલ્લામાં સંચારી રોગ અટકાયત જિલ્લા સંકલન સમિતિની મીટીંગ કલેકટરશ્રી કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી. જેમાં રોગચાળા નિયંત્રણ અને આરોગ્યલક્ષી સેવાઓની પૂર્વ તૈયારી માટે માર્ગદર્શન પૂરૂ પાડવામા આવ્યું છે.


આ બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી કલેકટરશ્રી કે. સી. સંપટે નોવેલ કોરોના રોગના અટકાયત પગલા વિશે અને જિલ્લાના 18 થી 59 વર્ષની ઉંમરના તમામ લોકોને નિઃશુલ્ક કોરોના રસીનો પ્રીકોશન ડોઝ આપવામાં આવે તેવી આરોગ્ય વિભાગને સૂચના આપવામાં આવી હતી.


વધુમાં જણાવ્યું હતું કે, ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં લઈને પાણીજન્ય રોગચાળો થતો અટકાવવા અને ઉપરાંત મચ્છર ઉત્પતિ સ્થાનોનો નિકાલ, પોરાનાશકની કામગીરી અને તમામ ગ્રામ પંચાયત અને નગરપાલિકા સાથે સંકલન કરી તેઓ દ્વારા પીવાના પાણીનું નિયમિત ક્લોરીનેશન, સ્વચ્છતા અંતર્ગત કામગીરી કરવામાં આવે તેવી સંબધિત વિભાગને સુચનો કર્યા હતા.

વરસાદી પાણીના નિકાલ અંગે તેમજ ગંદકી નાબુદી, ગટર સફાઈ તથા કચરાના નિકાલ અંગેની વ્યવસ્થા ગોઠવવા તેમજ હોટલ/રેસ્ટોરન્ટ બરફની ફેકટરીઓ વગેરે જગ્યાએ સ્વચ્છતાના ધોરણો જળવાય અને ખાદ્ય પદાર્થો આરોગ્યપ્રદે વહેંચાય તે બાબતે સંબંધિત વિભાગના અધિકારીઓને ઝડપથી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.


આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન. મકવાણા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી બી.જી. ગોહિલ સહિત સબંધિત ખાતાના સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર:


શક્તિ મુંધવા




Comments


bottom of page