top of page

Film Chup: ફિલ્મ પ્રમોશનનું નવું ગતકડું, 'ચૂપ' ફિલ્મ ચુનંદા પ્રેક્ષકોને ફ્રીમાં દેખાડાશે

Film Chup: ફિલ્મ પ્રમોશનનું નવું ગતકડું, 'ચૂપ' ફિલ્મ ચુનંદા પ્રેક્ષકોને ફ્રીમાં દેખાડાશે

  • ફિલ્મના પ્રચાર માટે પેઇડ પ્રિવ્યૂ પછીનું નવું કદમ જુદાં જુદાં શહેરોમાં સામાન્ય લોકોને ફ્રી રિવ્યૂનું આમંત્રણ

છેલ્લાં કેટલાંય વર્ષોથી બોલીવૂડમાં કન્ટેન્ટ પર માર્કેટિંગ હાવી થઈગયું છે. ફિલ્મો ચલાવવા માટે નવાં નવાં ગતકડાં અજમાવાઇ રહ્યા છે. હવે સની દેઓલ અને દુલકિર સલમાનની નવી ફિલ્મ 'ચૂપ'માં પ્રેક્ષકો પાસેથી વિનામુલ્યે રિવ્યૂ મેળવવા માટે ઓફિશિયલ રીલીઝ પહેલા ફ્રી રિવ્યૂ શોનાં આયોજનનું નવું ગતકડું કરવામાં આવ્યું છે.


ફિલ્મ ક્રિટિક્સ રિવ્યૂ હવે ભરોસાપાત્ર રહ્યો નથી. લગભગ દરેક મહત્વના ક્રિટિક દ્વારા 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મના નેગેટિવ રિવ્યૂ અપાયા હતા. પરંતુ , આ ફિલ્મે ધાર્યા કરતાં બોક્સ ઓફિસ પર વધારે કમાણી કરી છે. મતલબ કે ક્રિટિક્સના રિવ્યૂ અને જનતાની પસંદ વચ્ચે હવે કોઈ સંબંધ રહ્યો નથી.

આ સંદર્ભમાં મેકર્સ દેશનાં કેટલાંક શહેરોમાં ફ્રી રિવ્યૂ શો યોજવાના છે. પ્રક્ષકો તેમાં ભાગ લઈ ફિલ્મનો રિવ્યૂ આપી શકશે. મેકર્સ મને છે કે આ જેન્યુઈન રિવ્યૂ જ ફિલ્મને મદદ કરશે. 'બ્રહ્માસ્ત્ર' સહિતની કેટલીક ફિલ્મોના આવા પેઇડ પ્રિવ્યૂ પણ યોજાયા હતા. જેમાં લોકોએ ઓફિશિયલ રીલીઝ ડેટ પહેલાં જ પૈસા ખર્ચીને ફિલ્મ જોઈ લીધી હતી.


કોઈ ફિલ્મની રીલીઝ પહેલાં તેનો હાઇપ કેવી રીતે ઊભો કરવો તેનું પ્લાનિંગ રીલીઝ ડેટ નક્કી થવાના પણ કેટલાય સમય પહેલાં ચાલે છે. પછી સમયાંતરે ઈન્ડસ્ટ્રીના ટ્રેન્ડસ પ્રમાણે તેમાં ફેરફાર થતાં રહે છે. બીજી તરફ પુષ્પા અને કાર્તિકેયન ટૂ જેવી કેટલીક ફિલ્મો કોઈ પ્રકારના પ્રારંભિક પ્રચાર કે આવાં ગતકડાં વિના જ હિન્દી બેલ્ટમાં ચાલી ગઈ છે.#ફિલ્મ #ફિલ્મચૂપ #બોલીવૂડ #સનીદેઓલ #દુલકિરસલમાન #બોક્સઓફિસ #બ્રહ્માસ્ત્ર #પુષ્પા #કાર્તિકેયનટૂ #Film #FilmChup #Bollywood #SunnyDeol #DulkirSalman #BoxOffice #Brahmastra #Pushpa


Comments


bottom of page