top of page

સુરેન્દ્રનગર જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગતચિલ્ડ્રન પેઈન્ટીંગ વર્કશોપ યોજાશે

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ચિલ્ડ્રન પેઈન્ટીંગ વર્કશોપ યોજાશે


30 જુલાઈ સુધી જરૂરી આધાર પુરાવા સાથે જિલ્લા રમત ગમત કચેરી ખાતે ફોર્મ મોકલવાનું રહેશે


  • સુરેન્દ્રનગર જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ચિલ્ડ્રન પેઈન્ટીંગ વર્કશોપનું આયોજન

સુરેન્દ્રનગર જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, અમદાવાદ તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી સુરેન્દ્રનગર દ્વારા "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત બાળકોમાં ચિત્રકલાની રૂચી વિકસે અને ચિત્રકલાના વિવિધ માધ્યમોની જાણકારી મળે તેવા હેતુથી

તા.01-08-2022 થી તા.05-08-2022 દરમ્યાન સુરેન્દ્રનગર જિલ્લામાં ચિલ્ડ્રન પેઈન્ટીંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ છે. આ વર્કશોપમાં વિષય તજજ્ઞ દ્વારા બાળકોને માહિતગાર કરવામાં આવશે. 6 થી 14 વર્ષના વિદ્યાર્થીઓ માટે જણાવેલ તારીખો દરમ્યાન રોજના બે કલાક માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ છે.


આ વર્કશોપમાં જોડાવવા માટે ઇચ્છુક જિલ્લાના વાલીઓએ નિયત નમુનાનું ફોર્મ ભરી તેમાં શાળાના સહી સિક્કા સાથે બાળકનું આધાર કાર્ડ અને જન્મ તારીખના પુરાવા સાથે તા.30-07-2022ના રોજ બપોરે 02:00 કલાક સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળી ભવન, સુરેન્દ્રનગરની કચેરીએ મોકલવાનું રહેશે. આ વર્કશોપમાં મહત્તમ 100 ની સંખ્યા રાખવાની હોઈ વહેલા તે પહેલાના ધોરણે આવેલ અરજીઓનો સમાવેશ કરવામાં આવશે. વર્કશોપના ફોર્મ મેળવવા માટે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત ગમત કચેરી સુરેન્દ્રનગરનો અથવા 02752 282953 નંબર પર સંપર્ક કરવાનો રહેશે. dydosurendranagar13@gmail.com પર મેઈલ કરીને પણ ફોર્મની PDF મેળવી શકશો તેમ વધુમાં જણાવાયું છે.


માહિતી બ્‍યૂરો, સુરેન્‍દ્રનગર :


શક્તિ મુંધવા



Comments


bottom of page