top of page

વિધાનસભા સામાન્ય ચૂંટણી: ચૂંટણી પ્રચારમાં મંજૂરી વિના લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ, મેજિસ્ટ્રેટે

વિધાનસભા સામાન્ય ચૂંટણી: ચૂંટણી પ્રચારમાં મંજૂરી વિના લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ, મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડયું

  • ચૂંટણી પ્રચારમાં મંજૂરી વિના લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ

વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 સંદર્ભે સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કેયુર. સી. સંપટ દ્વારા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લાઉડ સ્પીકરોના ઉપયોગ અંગે વિવિઘ નિયંત્રણો મૂકતું જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.


આ જાહેરનામા અનુસાર કોઈપણ રાજકીય પક્ષો/ઉમેદવારો/રાજકીય કાર્યકરો/સમર્થકોએ નિયત મંચ સિવાય લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો નહીં તેમજ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરતા પહેલા અને ફરતા વાહનો પર લાઉડ સ્પીકર વગાડવા માટે વાહનની મંજૂરી સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવવાની રહેશે.


આ ઉપરાંત સરકારી ફરજ પરના વાહનો અને મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અથવા સક્ષમ અધિકારીશ્રી પાસેથી પરવાનગી મેળવેલ વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહિ. જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય ફોજદારી ધારાની કલમ 188 તથા 171 (ઝ) મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું તા.10/12/2022 સુધી અમલમાં રહેશે.



Comments


bottom of page